About



બી.આર.સી. ભવનનો ઈતિહાસ

        કેન્‍દ્ર સરકારના સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત દરેક તાલુકા મથકે બી.આર.સી. ભવનની સ્‍થાપના કરવામાં આવી છે. બી.આર.સી. એટલે તાલુકા સંશાધન કેન્‍દ્ર.
        આ ભવન કેન્‍દ્ર સરકાર દ્વારા શિક્ષક સજ્જતા માટેના જે કંઈ પણ કાર્યક્રમો નક્કી થાય છે તે તથા તાલીમો, સાધન સામગ્રી જેવી બધી જ બાબતોની તાલુકા કક્ષાએ અમલવારીથી લઈ નિષ્‍કર્ષ સુધીની તમામ પ્રવૃત્તિઓ આ ભવનમાં કરાવવામાં આવે છે.
        રાણાવાવ તાલુકામાં બી.આર.સી.કો. ઓર્ડિનેટર તરીકે શ્રી લાખાભાઇ ચુંડાવદરા ફરજ બજાવે છે. તેમણે આવીને આ ભવનનું સ્‍વરૂપ બદલવાનું કાર્ય ત્‍વરિત ગતિએ આગળ ધપાવ્‍યું. એક વર્ષ પહેલાં અહીં બાવળના ઝુંડ હતા. તે જગ્‍યાએ આજે આપણે ૨૦૦ જેટલી આયુર્વેદિક વનસ્‍પતિઓનો બાગ નિહાળી શકીએ છીએ તેમાં તેનું યોગદાન બહુમૂલ્‍ય છે.

રાણાવાવ તાલુકાની શિક્ષણની ગતિવિધિઓ

રાણાવાવ તાલુકાના શિક્ષકના ઉત્‍કર્ષ માટે પ્રાથમિક શાળાના શિક્ષકોને સાંકળી વિવિધ સમિતિઓની વરણી કરવામાં આવેલ. આ સમિતિઓમાં જોડાયેલ શિક્ષક મિત્રો, શાળા સિવાયના સમયમાં પોતાનું બહુમૂલ્‍ય યોગદાન આપી આ શિક્ષણ વિકાસના કાર્યમાં જોડાયેલ રહે છે. જેનાથી તાલુકાના શિક્ષણને યોગ્‍ય રાહ મળેલ છે. જેના કેટલાક ફાયદાઓ પણ અમોને જોવા મળ્યા છે. આ સમિતિઓની વરણીથી 'ટીમવર્ક' કરી કાર્યને ખૂબ જ ઝડપથી અને વિભાગ અંતર્ગત માર્ગદર્શન પુરૂ પાડી દિશા આપવામાં મદદરૂપ નિવડ્યું છે. તે આ સમિતિઓથી નીચે મુજબના કેટલાક કાર્યો થાય છે જે આપની જાણ માટે.....

(૧)     એસ.એમ.સી. ના બેંક એકાઉન્‍ટઃ-
        સરકારશ્રી ની ગ્રાન્‍ટો આર.ટી.ઇ. એક્ટ - ૨૦૦૯ ની જોગવાઇ અનુસાર એસ.એમ.સી. ના ખાતામાં જમા થવાની હોય તાત્‍કાલિક ધોરણે નવા ખાતા ખોલાવવાની ફરજ પડે પરંતુ બધા આચાર્યો જો બેંકે જઇ ખાતા ખોલાવે તો ઘણા દિવસો અને શ્રમ શક્તિનો વ્‍યય થાય. પરંતુ લાખાભાઇ ચુંડાવદરાની યોથ્‍ય સૂઝથી રવિવારના દિવસે બેંકને જ ભવન ખાતે બોલાવી એક દિવસમાં જ રાણાવાવ તાલુકાની તમામ ૮૧ શાળાના ૧૬૨ એકાઉન્‍ટ ખોલાવી આપવામાં આવ્‍યા હતા.

(૨)     'હાઉક!' -
        પોરબંદર જિલ્‍લાની તમામ પ્રાથમિક શાળાની શિક્ષણની નવી તરાહો, કાર્યક્રમો, યોજનાઓ, દિશા, દશા વગેરેનું નિરૂપણ થાય તેમજ શિક્ષણના નૂતન પ્રવાહોથી પોરબંદર જિલ્‍લો સુપેરે પરિચિત થાય, તેમજ બાળકો અને શિક્ષકોની સાહિત્‍યિક, સાંસ્‍કૃતિક રૂચિ વધે તેવા આશયથી સ્‍વખર્ચે રાણાવાવ બી.આર.સી.કો.ઓ. શ્રી લાખાભાઇ તથા 'ટીમ' દ્વારા 'હાઉક!' નામનું ત્રિ-માસિક મેગેઝિન શરૂ કરવામાં આવ્‍યું હતું. જેણે એક વર્ષ પૂરૂ કરી દ્વિતીય વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.

(૩)     સાહિત્‍ય સંવર્ધન સમિતિઃ-
        રાણાવાવ તાલુકામાં કાર્યરત આ સમિતિ દ્વારા પોરબંદર જિલ્‍લામાં સાહિત્‍ય રસિકોનું જોર વધે, સાહિત્‍યના કાર્યક્રમો યોજાય, નવોદિત કવિ - લેખકોને પ્રોત્‍સાહન વારસાનું જતન થાય તેવા આશયથી આ સમિતિ કાર્ય કરી રહી છે.
        આ સિવાય શિક્ષણ જનસંપર્ક યાત્રાનું પણ આયોજન થયેલ. તેમજ પુસ્‍તકાલય નિમાર્ણનું કાર્ય પણ આ સમિતિ કરી રહી છે. આ ઉપરાંત ભવિષ્‍યમાં પણ સાહિત્‍ય બચાવવા માટે જે પ્રયત્‍ન કરવાના થશે તે આ સમિતિ કાર્ય કરશે અને પોરબંદર જિલ્‍લાનાં કવિઓ-લેખકોની કવિતાઓ તથા લેખોને આ સમિતિ વાચા આપશે.

(૪) ઔષધીય બાગઃ-
        રાણાવાવ તાલુકાના શિક્ષકોની ટીમની મદદથી બી.આર.સી. ભવન ખાતે સરસ મજાનો આંખ ઠારતો ઔષધીય બાગ ઊભો છે. તેમાં ૨૦૦ જેટલી આયુર્વેદિક વનસ્‍પતિઓનો સમાવેશ થાય છે. બાળકો અને શિક્ષકોને ઔષધિ અંગેનું માર્ગદર્શન પણ અવાર નવાર કેમ્‍પ કરી આપવામાં આવે છે.

પુસ્‍તકાલય
        રાણાવાવ તાલુકામાં સાહિત્‍ય સંવર્ધન સમિતિની ફેબ્રુઆરી માસમાં રચના કરવામાં આવી. આ સમિતિના તમામ સભ્‍યો શિક્ષકો છે. શિક્ષણના આ વ્‍યવસાયમાં પુસ્‍તકોનું મૂલ્‍ય અમૂલ્‍ય છે. જેથી આ વ્‍યવસાયના કસબીઓને યોગ્‍ય વિચારતીર્થ મળે તેવા આશયથી જન્‍મ થયો એક પુસ્‍તકાલય નિર્માણ કરવાનો.
        રાણાવાવ તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા એક નાટકની રચના કરવામાં આવી અને પછી એ નાટકને દરેક પે સેન્‍ટર શાળાઓમાં જઈ ભજવવામાં આવ્‍યું ત્‍યાં પ્રેક્ષકો તરીકે પણ પ્રાથમિક શાળાના શિક્ષકો હતા. આ નાટકના માધ્‍યમથી યોગ્‍ય ફાળો મળે તો સરસ પુસ્‍તકાલયનું નિર્માણ કરી શકાય તેવી અપીલ આ તકે શિક્ષકો પાસે કરવામાં આવી. જેને તમામ સારસ્‍વત મિત્રોએ વધાવી લીધી અને ખોબલા ભરીને ફાળો આપ્‍યો. રાણાવાવ તાલુકાની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો તરફથી રૂ.૧,૧૧,૧૧૧/- નું ભંડોળ એકઠું થયું.
        આ નાટકની રજૂઆત પોરબંદર તાલુકામાં પણ શિક્ષક સંઘના હોદેદ્દારોની મદદથી કરવામાં આવી ત્‍યાં પણ રૂ.૩૯,૦૦૦/- નો ફાળો એકઠો થયો.

7 comments:

  1. Congratulation to create the nice blog of BRC....and salute to take a interest in the IT field..... By Dist. MIS, Sabarkantha
    and
    Also visit our blog www.ssasabarkantha.blogspot.in

    ReplyDelete
  2. nice congrats for innovative idea..

    ReplyDelete
  3. Go ahed sky has no limite and brc Ranavav is same, Praful Pathak

    ReplyDelete
  4. પોરબંદર જિલ્લાના રાણાવાવ બી.આર.સી. ભવનના કોઓર્ડિનેટર શ્રી લાખાભાઈ લીલાભાઈ.

    મફત અને ફરજિયાત શિક્ષણના ભાગ રુપે જિલ્લાઓના બી.આર.સી. ભવનની નેટ ઉપર મુલાકાત લેતાં અહીં આવી પહોંચ્યો.

    રાણાવાવના બી.આર.સી. ભવનના બ્લોગ ઉપર ઘણીં વિગતો જોઈ. રાણાવાવની ટીમને અભિનંદન છે

    ReplyDelete
  5. GOD bless you and your team for your hard work.please continue..........

    ReplyDelete
  6. અભિનંદન લાખાભાઈ...

    ReplyDelete